Acid Attack: દિલ્હીમાં ધોળે દિવસે 12માં ધોરણની વિદ્યાર્થની પર એસિડ ફેંક્યો, એકની ધરપકડ
Trending Photos
Acid Attack on School Girl: દિલ્હીમાં 12માં ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીની પર એસિડ ફેંકાવવાની ચોંકાવનારી અને ખૌફનાક ઘટના સામે આવી છે. દ્વારકા મોડ વિસ્તારમાં ઘટેલી આ ઘટનામાં ભોગ બનેલી પીડિતાની હાલત ગંભીર છે. વિદ્યાર્થીનીને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. એવું કહેવાય છે કે આરોપી છોકરો અને પીડિત છોકરી એકબીજાને ઓળખતા હતા.
પીડિત વિદ્યાર્થીની શાળાએ જઈ રહી હતી ત્યારે જ આરોપીએ એસિડ ફેંક્યો અને ઘટનાને અંજામ આપ્યો. દ્વારકા મેટ્રો સ્ટેશન પાસે છોકરાએ છોકરીના મોઢા પર એસિડ ફેંક્યો. પીડિતા મોહન ગાર્ડનમાં ભાડાના ઘરમાં રહે છે. બુધવારે સવારે લગભગ 9 વાગે ધ્યાનમાં આવેલા આ એસિડ એટેકની ઘટનાનો માસ્ટર માઈન્ડ કોણ છે એવા સવાલોના જવાબ મેળવવા માટે દિલ્હી પોલીસ સતત તપાસ કરી રહી છે.
A PCR call was received around 9am regarding an incident of throwing acid on a girl in the area of PS Mohan Garden. It was stated that a girl aged 17 years was allegedly attacked using some acid-like substance by two bike-borne persons at around 7:30am: Delhi Police
(Pics: CCTV) pic.twitter.com/mnZ533MYZF
— ANI (@ANI) December 14, 2022
પીડિત છોકરીને તરત જ સફદરજંગ હોસ્પિટલ રેફર કરાઈ છે. છેલ્લે મળતી માહિતી મુજબ છોકરો અને છોકરી એકબીજાને ઓળખે છે. દિલ્હી પોલીસના મોટા અધિકારી આ વિદ્યાર્થીનીના હાલ જાણવા માટે હોસ્પિટલ પહોંચી રહ્યા છે. આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યા છે કે દ્વારકા એસિડ એટેકની આ ઘટના ઘટી ત્યારે છોકરી સાથે તેની નાની બહેન પણ હતી. તેણે પોતાના પરિચિત 2 લોકો પર શક વ્યક્ત કર્યો છે. એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
દિલ્હીમાં થયેલા આ એસિડ એટેકની ખબર જંગલમાં આગની જેમ ફેલાઈ ગઈ. એસિડ એટેકની જાણ થતા જ પોલીસ પ્રશાસન તરત જ હરકતમાં આવ્યું. આ બધા વચ્ચે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલે ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે અમારી ટીમ પીડિતાની મદદ માટે હોસ્પિટલ પહોંચી રહી છે. આ બેટીને અમે ન્યાય અપાવીશું. દિલ્હીનું મહિલા આયોગ વર્ષોથી દેશમાં એસિડને બેન કરવા માટે લડત લડી રહ્યું છે. ક્યારે જાગશે સરકારો?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે